આજે આનંદે રંગે ઉમંગે જન્મજયંતી જ્ઞાની સંગે
આજે આનંદે રંગે ઉમંગે જન્મજયંતી જ્ઞાની સંગે
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
હા આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
દાદાશ્રીની જન્મજયંતી સાથે ઊજવીએ આપણે
દાદાશ્રીની જન્મજયંતી સાથે ઊજવીએ આપણે
આવો આપણે ઝાંખી કરીએ ભરુચના ઈતિહાસની
રેવા તટની તીર્થધરા છે યસગાથા અધ્યાત્મની
મૃગુ ઋષિથી કબીર જેવા સંતથી પવાન આ ભૂમિ
દાદાશ્રી ખુદ રાજપ્રભુએ અહીં પૂરાવી હાજરી
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
દાદાશ્રીની જન્મજયંતી સાથે ઊજવીએ આપણે
અહીં અમારી પાવન સરિતા રેવાજીની ગોદમાં
કબીરવડને ભાડભૂજની પૂણ્યભૂમિની સોડમાં
દાદા નીરુમાં દીપકભાઈને દેવ દેવીઓ સાથમાં
આવો પધારો કુમકુમ પગલે ભૃગુ કચ્છના હાર્દમાં
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
દાદા નીરુમા દીપકભાઈ થકી દિવ્ય વાણી રેલાવજો
જ્ઞાનવિધિથી સર્વજનોમાં જ્ઞાનદીપ પ્રગટાવજો
સીમંધર હે હે સ્વામી અમ પર આશીષો વરસાવજો
સ્વસ્વરૂપમાં રહેવા દાદા શક્તિઓ ખૂબ પૂરજો
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
દાદાશ્રીની જન્મજયંતી સાથે ઊજવીએ આપણે
આવો આપણે ધન્ય બનીશું જ્ઞાનીના સાનિધ્યમાં
અભેદભાવે પ્રેમથી રહીશું સર્વ સમર્પિ ચરણમાં
સીમંધર સંધાન કરી લો છે દાદાઈ પ્રેરણા
ભવ્ય ત્રિમંદિર અહીં સ્થપાજો ભાવીશું એ ભાવના
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
દાદાશ્રીની જન્મજયંતી સાથે ઊજવીએ આપણે
આજે આનંદે રંગે ઉમંગે જન્મજયંતી જ્ઞાની સંગે
આજે આનંદે રંગે ઉમંગે જન્મજયંતી જ્ઞાની સંગે
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
દાદાશ્રીની જન્મજયંતી સાથે ઊજવીએ આપણે
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
આવો આવો મહાત્મા સર્વે ભરુચ શહેરને આંગણે
ભરુચ શહેરને આંગણે
ભરુચ શહેરને આંગણે
ઊજવીએ સૌ આપણે