આરાધના તીર્થંકરની
આરાધના તીર્થંકરોની અવશ્ય મોક્ષ ઉપાય
ત્રણે કાળના તીર્થંકરો ત્રિમંદિરીયે પૂજાય
સમસ્ત આ સંસારમાં તીર્થંકર નાયકરૂપ
તે આરાધતા આરાધીયું માત્ર મોક્ષ સ્વરૂપ
ભૂત ભાવિ ને વર્તમાન વીર પદ્મ સીમંધર
બ્રહ્માંડી કલ્યાણરૂપ જ્ઞાની વચન બાંહેધર
જ્ઞાનીની દષ્ટિ ગહન વચન સિદ્ધ સાક્ષાત
નમસ્કાર પૂર્ણભાવથી પહોંચે ધ્યેયે અબાધ
ગત ચોવીસીના અરીહંત મહાવીરને નમન
સિદ્ધપણાનું લક્ષ આપે નમો સિદ્ધોણં સ્થાન
ગત ચોવીસીના શાસન દેવો સિદ્ધિ સ્ફુરે આજ
જીવમાત્રનું કલ્યાણ થવા તેમા કરે સહાય
પદ્મનાભ પ્રભુ અહો પહેલા ભાવિ તીર્થંકર
સદીઓ સુધી સેવશે જીવો ત્રિમંદિરમાંય
પુરણ પરમ પરમાણુ દર્શન માત્રથી આપ
કોઈક જન્મે ઉગતા પ્રત્યક્ષ પામે આપ
ચોવીસી ભવિષ્યની કોટી જન તારક
આદિ પદ્મનાભ પ્રભુ જ્ઞાની સ્થાપે આજ
તે કાજે હે પરમ પ્રભુ સાષ્ટાંગી પ્રણામ
ભાવે પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્રિમંદિરે મુકામ
વર્તમાન તીર્થંકર સીમંધરથી મોક્ષ
સંધાન કરાવે દાદાશ્રી અક્રમે કારણ મોક્ષ
પ્રત્યક્ષ જ્ઞાની કૃપા થકી વીતરાગ દર્શન થાય
વીતરાગ દર્શન વિના રે મોક્ષ ના કોઈનો થાય
પ્રત્યક્ષ દાદા સાક્ષીએ પામીએ સત્ દર્શન
ત્રણ લોકના જીવોનું અનુપમ મુક્તિ સાધના
સીમંધર પ્રભુનું મીશન ચાલુ ધમધોકાર
તેના મૂળભૂત પ્રતિનિધિ દાદા ભગવાન નામ
તેના મૂળભૂત પ્રતિનિધિ દાદા નીરુમા નામ
પ્રત્યક્ષ જ્ઞાની કને અવશ્ય આત્માન સુલભ
દાદા આજ્ઞા પાળતા મહાવિદેહથી મોક્ષ
એમ ત્રિકાળી તીર્થંકરો ભરતક્ષેત્રીને તારે
નિષ્પક્ષપાતી જ્ઞાનમાર્ર્ગ વિશ્વે શાંતિ સ્થાપે
શાશ્વત માર્ગ મુક્તિ તણો યુગો યુગો રહે
તે કાજે ત્રિતીર્થંકરો આજે પધાર્યા ત્રિમંદિરે
આજે પધાર્યા ત્રિમંદિરે